નિર્મળનગર વિસ્તારમાંથી સ્થાઈ દબાણ હટાવતું મહાનગરપાલીકા

Spread the love

મહાપાલિકા તંત્ર દ્વારા શહેરના નિર્મળનગર વિસ્તારમાંથી જાહેરરોડ પર ખડકાયેલા નાના- મોટા અસ્થાઈ દબાણો હટાવી તમામ માલ- સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.જયારે અડચણરૂપ પાર્ક કરવામાં આવેલ વાહનને લોક ઠપકારી દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી. નિર્મળનગર વિસ્તારમાં આવેલી હિરા બજાર ઉપરાંત આ વિસ્તારમાંથી જુદાજુદા ગામો માટે ઉપડતી ખાનગી બસોમાં જતા-આવતા મુસાફરોની દિવસભર અવર-જવર રહેતી હોય સાથે દાણાપીઠ, લોખંડ બજાર અને બંદર બાજુથી અન્ય સ્થળે જતા માલવાહક વાહનો પણ મોટી સંખ્યામાં નીકળતા હોવાથી વારંવાર નાના-મોટા અકસ્માતો સર્જાતા રહેતા હોય મ્યુ. તંત્ર દ્વારા કાયમી ધોરણે આ વિસ્તાર અસ્થાઈ દબાણથી મુક્ત રહે તેવું સ્થાનિકો ઈચ્છી રહ્યા છે


Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *