ભાવનગરના ગ્રામ્ય વિસ્તારમાં વનરાજોના આટા ફેરા વધ્યા

Spread the love

ભાવનગરના ગ્રામ્ય વિસ્તારમાં વનરાજોના આટા ફેરા વધ્યા ગીર બાદ સિંહનો નવો વસવાટ એટલે ભાવનગર જીલ્લો જોકે વર્ષો પહેલા ભાવનગર જીલ્લો બૃહદ ગીર તરીકે ઓળખાતો હતો અને સિંહની વસ્તી પણ ખૂબ જ હતી ધીમે ધીમે જિલ્લામાં વસ્તી ઘટી ગઈ હતી પરંતુ હવે ફરી સિંહ ભાવનગર જીલ્લા તરફ વળ્યાં છે અને કાયમી વસવાટ કર્યો છે. ત્યારે ઘણીવાર સિંહ પરિવાર ગ્રામ્ય વિસ્તારમાં આટા ફેરા મારતા જોવા મળી જાય છે ગઈકાલે મોટી રાત્રીના મહુવા શહેર નજીકથી સિંહનું ટોળું જોવા મળ્યું મહુવા બાયપાસ રોડ પર સિંહ પરિવાર આંટા મારવા નીકળતા સ્થાનિક લોકોએ વિડીયો ઉતારી લીધો